નર્મદા : ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા, જુઓ વિવાદનું મૂળ બનેલા મામલાનો વીડિયો

|

May 18, 2024 | 9:42 AM

નર્મદા : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે છતાં પણ ભરૂચમાં હજુ પણ વસાવા સામે વસાવાનો જંગ ચાલુ જ છે. ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પહોંચ્યા ત્યારે તે જ સમયે AAPના ઉમેદવાર ચૈતર વસાવા પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

નર્મદા : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે છતાં પણ ભરૂચમાં હજુ પણ વસાવા સામે વસાવાનો જંગ ચાલુ જ છે. ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પહોંચ્યા ત્યારે તે જ સમયે AAPના ઉમેદવાર ચૈતર વસાવા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અહીં બંને પક્ષ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું.

ચૈતર વસાવાએ PSIને કહ્યું કે “મનસુખ વસાવા ડેડીયાપાડાના રહેવાસી પણ નથી અને હમણાં કોઈ હોદ્દો પણ નથી તો કંઈ રીતે તાલુકા પંચાયતમાં એક કલાકથી બેઠા છે”. ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરી સામે સવાલ ઉઠાવ્યા હતા.

ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના ડીવાયએસપીને અરજી આપીને રજૂઆત કરી કે મનસુખ વસાવા ડેડિયાપાડામાં માહોલ ખરાબ કરે છે.આ સાથે ચૈતર વસાવાએ પોલીસને પણ તટસ્થ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video