નરેન્દ્ર મોદી સ્ટેડિયમ : ધમકીની તપાસમાં સામે આવ્યું વિદેશી કનેક્શન – જુઓ Video

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ : ધમકીની તપાસમાં સામે આવ્યું વિદેશી કનેક્શન – જુઓ Video

| Edited By: | Updated on: May 07, 2025 | 7:53 PM

વિશ્વનું સૌથી મોટું 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' હવે ખતરામાં મુકાયું છે. અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચિંતાના વાદળો છવાયા છે.

વિશ્વનું સૌથી મોટું ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ હવે ખતરામાં મુકાયું છે. અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચિંતાના વાદળો છવાયા છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનને પાકિસ્તાનના નામે ઈમેઈલ દ્વારા આ ધમકી મોકલવામાં આવી છે. આ મામલો ગંભીર હોવાને કારણે પોલીસ તંત્ર તરત સક્રિય થયું છે. સ્ટેડિયમમાં બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, ધમકીભર્યો ઈમેઈલ જર્મની અથવા રોમાનિયાથી VPN મારફતે મોકલવામાં આવ્યો છે. સાઇબર ક્રાઇમ વિભાગે હવે ટેક્નિકલ ટીમ સાથે મળીને ઇમેઇલ ટ્રેસ કરવા માટે તપાસ હાથ ધરી છે. હાલમાં સ્ટેડિયમની સુરક્ષા વધારવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો