Kutch : ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ, ડ્રોન કે ખગોળિય ઘટના હોવા અંગે સવાલ, જુઓ Video

Kutch : ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ, ડ્રોન કે ખગોળિય ઘટના હોવા અંગે સવાલ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 17, 2025 | 2:33 PM

કચ્છના ગાંધીધામમાં મોડી રાત્રે આકાશમાં દેખાયેલી અજાણી ચમકતી લાઈટને લઈને સ્થાનિકોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું. રાત્રે અચાનક આકાશમાં અનેક વખત ચમકતી લાઈટ જોવા મળતાં લોકો ઘરોથી બહાર નીકળી ગયા અને આ ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ પણ કરી.

કચ્છના ગાંધીધામમાં મોડી રાત્રે આકાશમાં દેખાયેલી અજાણી ચમકતી લાઈટને લઈને સ્થાનિકોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું. રાત્રે અચાનક આકાશમાં અનેક વખત ચમકતી લાઈટ જોવા મળતાં લોકો ઘરોથી બહાર નીકળી ગયા અને આ ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ પણ કરી. જો કે આ તેજસ્વી રોશની શેની હતી તે અંગે હજુ પણ કોઇ માહિતી પ્રાપ્ત નથી.

આ ચમકતી લાઈટ શું હતી તે અંગે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. ઘણાએ તેને ડ્રોન ગણાવ્યું, તો કેટલાકે સેટેલાઇટના પરાવર્તનનો આભાસ હોવાનું કહ્યું. જ્યારે કેટલાક લોકોએ આ ઘટનાને ખગોળીય ઘટના સાથે પણ જોડીને ચર્ચા કરી. સ્થાનિકો વચ્ચે આ અજાણી લાઈટને લઈને હજુ પણ ચર્ચાઓ ચાલુ છે, જોકે અધિકારીઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ મળ્યું નથી.

મહત્વનું છે કે આ પહેલા માર્ચ 2025માં પણ આ જ રીતે એક જોરદાર રોશની કચ્છમાં જોવા મળી હતી. જેમાં વિચિત્ર પ્રકારનો પ્રકાશ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતુ. જો કે એ પ્રકાશ શેનો હતો તેની જાણ થઇ ન હતી.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો