કડીમાં કોટન સ્પિનિંગ મિલમાં સહકર્મીએ બેરિંગ મારી હત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી, જુઓ
કડીમાં આવેલી પશુપતિ કોટન સ્પિનિંગ મિલમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. વિક્રમ નામના યુવકે અન્ય કર્મચારીના પેટમાં લોખંડની બેરિંગનો ઘા કર્યો હતો. જેને લઈ એકાદ સપ્તાહ કરતા વધારે સમયથી યુવક સારવાર હેઠળ હતો. ઘાયલ મીલ કર્મી અજયકુમારે સારવાર દરમિયાન દમ તોડી દેતા મોતને ભેટ્યો હતો.
મહેસામાના કડીમાં આવેલી પશુપતિ કોટન સ્પિનિંગ મિલમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. વિક્રમ નામના યુવકે અન્ય કર્મચારીના પેટમાં લોખંડની બેરિંગનો ઘા કર્યો હતો. જેને લઈ એકાદ સપ્તાહ કરતા વધારે સમયથી યુવક સારવાર હેઠળ હતો. ઘાયલ મીલ કર્મી અજયકુમારે સારવાર દરમિયાન દમ તોડી દેતા મોતને ભેટ્યો હતો.
આરોપી વિક્રમે ગત 9 જુલાઈએ સ્પિન યુનિટ-2માં અજયકુમાર વર્માને સાઈજીંગ મશીનના નટ બોલ્ટ ફીટ કરવા માટે કહ્યું હતું. આ દરમિયાન સુપરવાઇઝરે અજયને અન્ય કામ સોંપ્યું હતું. જેથી નટ બોલ્ટ ફીટ કર્યા નહોતા. જે જોઈને ઉશ્કેરાઈ જઈ વિક્રમે અજયના પેટમાં લોખંડની બેરિંગ મારી દીધી હતી. કડી પોલીસે આરોપી વિક્રમ સામે હત્યાના ગુનાની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલની મુલાકાત લીધી, સમિક્ષા બેઠક યોજી, જુઓ
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 19, 2024 07:18 PM