વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય, હજારો રુપિયા ખર્ચીને ગયેલા ખેલૈયાઓમાં રોષ, જુઓ Video

|

Oct 04, 2024 | 3:24 PM

વડોદરા સુપ્રસિદ્ધ એવા યુનાઈટેડ વેના ગરબાના આ વર્ષે વિવાદમાં આવ્યા છે. યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. મેદાનમાં કીચડ હોવા છતા પણ ખેલૈયાઓએ પ્રથમ નોરતે ગરબા રમ્યા હતા.

નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે ખેલૈયાઓમાં હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો છે. ખેલૈયાઓ મોંઘાદાટ ગરબાના પાસ ખરીદીને પણ નવરાત્રીની મજા માણવા માટે જતા હોય છે. ત્યારે વડોદરા સુપ્રસિદ્ધ એવા યુનાઈટેડ વેના ગરબાના આ વર્ષે વિવાદમાં આવ્યા છે. યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. મેદાનમાં કીચડ હોવા છતા પણ ખેલૈયાઓએ પ્રથમ નોરતે ગરબા રમ્યા હતા.

હજારો રુપિયાના પાસ, સુવિધાના નામે મીંડુ

પ્રથમ નોરતે ગરબાની જ મજા બગડતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કીચડમાંથી પસાર થઈને મેદાન સુધી જવા ખેલૈયાઓ મજબૂર બન્યા છે. પાસના નામે હજારો રુપિયા લીધા બાદ પણ સુવિધાના નામે મીંડું જોવા મળ્યુ છે. સફાઈ કામગીરી મુદ્દે પણ ખેલૈયાઓએ સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવ્યો છે. વાહન પાર્કિંગ માટે પણ યોગ્ય સુવિધા ન હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ લોકોએ હજારો રુપિયા ખર્ચીને પાસ ખરીદ્યા હોવા છતા પણ પાર્કિંગની યોગ્ય જગ્યા ન મળતા પરત ફરવા મજબૂર બન્યા છે.

Published On - 2:25 pm, Fri, 4 October 24

Next Video