સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત, જુઓ Video

|

Sep 13, 2024 | 2:16 PM

સુરત શહેરમાં ડેન્ગ્યુના કારણે એક મહિલા તબીબનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. સ્મીમેરની રેસિડન્ટ તબીબની ફરજ પર દરિયાના તબિયત લથડી હતી. તબિયત લથડતા મહિલા તબીબ 4 દિવસથી સારવાર હેઠળ હતો. અમદાવાદની 24 વર્ષીય ધારા ચાવડાનું ડેન્ગ્યુ થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ.

રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. સુરત શહેરમાં ડેન્ગ્યુના કારણે એક મહિલા તબીબનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. સ્મીમેરની રેસિડન્ટ તબીબની ફરજ પર દરિયાના તબિયત લથડી હતી. તબિયત લથડતા મહિલા તબીબ 4 દિવસથી સારવાર હેઠળ હતો.

અમદાવાદની 24 વર્ષીય ધારા ચાવડાનું ડેન્ગ્યુ થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. જે હોસ્પિટલમાં મહિલા તબીબ ફરજ બજાવતી હતી ત્યાં જ મચ્છરોનો ઉપદ્રવ વધારો હોવાના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. હોસ્પિટલ પરિસરમાં ગંદકીની ભરમાર અને ઉભરાતી ગટર જોવા મળી હતી.

સુરતમાંથી 67હજાર ઘરોમાંથી મળ્યા મચ્છરના બ્રિડીંગ

બીજી તરફ ડેન્ગ્યુ અંગે આરોગ્ય વિભાગના અધિકારી જયસુખ વાઘડિયાનું નિવેદન આપ્યુ છે. રાજ્ય સરકારને તબીબ મોતનો રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. સુરતમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 39 અને મેલેરિયાના 55 કેસ નોંધાયા છે. સતત 3 મહિનાથી વરસાદ વરસી રહ્યો છે. સ્થિતિનું 3 લેયરમાં મોનિટરીગ કરવામાં આવી રહ્યું છે.

રોજના સવા લાખ ઘરોનો સર્વે કરાઈ રહ્યો છે. સુરતના મનપાના 1500 જેટલા કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે. જે પૈકી 900 ફિલ્ડમાં અને 686 સર્વેલન્સ સ્ટાફમાં જોડાયા છે. અત્યાર સુધી 26 લાખ ઘરોનો સર્વે થયો છે. તેમજ 67હજાર ઘરોમાં બ્રિડીંગ મળ્યા છે.

Next Video