Kheda : કનેરા હાઇવે નજીક બંધ ગોડાઉનમાં SMCના દરોડા, વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ, જુઓ Video

author
| Edited By: | Updated on: Feb 19, 2025 | 1:48 PM

ગુજરાતમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ખેડામાં બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુ ઝડપાયો છે. ખેડાના કનેરા હાઈવે નજીક બંધ ગોડાઉનમાં SMCએ દરોડા પાડ્યા હતા. દરોડામાં 800 પેટીથી વધુ દારુનો જથ્થો ઝડપાયો છે.

ગુજરાતમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક વાર ખેડામાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. ખેડામાં બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુ ઝડપાયો છે. ખેડાના કનેરા હાઈવે નજીક બંધ ગોડાઉનમાં SMCએ દરોડા પાડ્યા હતા. દરોડામાં 800 પેટીથી વધુ દારુનો જથ્થો ઝડપાયો છે.

વિદેશી દારુ સાથે 9 બુટલેગરની ધરપકડ કરી

ખેડાના કનેરા હાઈવે પર આવેલા બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુ સાથે 9 બુટલેગરની ધરપકડ કરી છે. ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરી ચાલતી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બોલેરો, ટેમ્પો અને આઈશરથી બુટલેગરો દારુની હેરાફેરી કરતા હોવાનો ખુલાસો થયો છે. 5 વાહનો અને વિદેશી દારુના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે SMCએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.