Anand: ખંભાતના હિંસાગ્રસ્ત વિસ્તારમાં તોફાનીઓ પર UPની જેમ બુલડોઝર નીતિ અપનાવાઇ, તોફાનીઓના ગેરકાયદે દબાણો દૂર કરાયા
રામ નવમીના દિવસે ખંભાતમાં (Khambhat) શોભાયાત્રામાં અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારાની (Stone pelting) ઘટના બાદ હિંસા ફાટી નીકળી હતી. જેથી હવે વહીવટી તંત્ર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યુ છે. તંત્ર દ્વારા શોભાયાત્રાના રૂટ શક્કરપુરામાં ગેરકાયદે લારી-કેબિનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
હિંસા ફેલાવનાર તોફાનીઓની હવે ખેર નથી. રાજ્યની શાંતિ ભંગ કરવાનો કે કાંકરીચાળો કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. રામ નવમીના (Ram Navmi) દિવસે ખંભાતમાં (Khambhat) થયેલી હિંસા બાદ વહીવટી તંત્ર હવે એક્શનમાં આવ્યુ છે. યૂપી અને એમપીની જેમ ગુજરાતમાં પણ હવે તોફાનીઓ સામે બુલડોઝર (Bulldozer) રૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખંભાતમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં અસામાજીક તત્વોના ગેરકાયદે દબાણો પર તંત્રએ સપાટો બોલાવ્યો છે. શોભાયાત્રાના રૂટ પર શક્કરપુરમાં ગેરકાયદે લારી-કેબિનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
આણંદ જિલ્લાના ખંભાતમાં છેલ્લા ઘણા સમયથી શક્કરપુરા વિસ્તારમાં અસામાજીક તત્વોએ દબાણો ઊભા કરેલા હતા. જો કે રામનવમીના દિવસે ખંભાતમાં શોભાયાત્રામાં અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારાની ઘટના બાદ હિંસા ફાટી નીકળી હતી. જેથી હવે વહીવટી તંત્ર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યુ છે. તંત્ર દ્વારા શોભાયાત્રાના રૂટ શક્કરપુરામાં ગેરકાયદે લારી-કેબિનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોલીસના મોટા કાફલા અને ટ્રેક્ટરો સાથે તોફાનીઓના દબાણો, ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, રામ નવમીના સરઘસ સમયે જ પથ્થરમારો કરીને તોફાનો ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં, 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અનેક ઇજાગ્રસ્ત કો ઘાયલ થયા હતા. આ ઘટનાની તપાસમાં અલગ-અલગ ટીમો જોડાઈ છે.. ટેક્નિકલ પુરાવા એકત્ર કરાયા છે..હિંસા ફેલાવવાનું આ પૂર્વઆયોજિત કાવતરું હોવાનું સાઈબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું હતું. રજ્જાક હુસેન ઉર્ફે મૌલવી, જમશેદ જોરાવર પઠાણ સહીત 6 શખ્સો હતા. જેમણે સ્લીપર મોડ્યુલ આધારિત કાવતરું ઘડ્યું હતું. તોફાન પહેલા અને પછી કેટલાક શખ્સો સાથે ગુપ્ત મીટિંગ પણ કરવામાં આવી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો