Delhi Blast 2025 : મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું, શંકાશીલ વાહનો અને વ્યક્તિની સઘન તપાસ,જુઓ Video

Delhi Blast 2025 : મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું, શંકાશીલ વાહનો અને વ્યક્તિની સઘન તપાસ,જુઓ Video

| Edited By: | Updated on: Nov 11, 2025 | 3:03 PM

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસે હાઈ એલર્ટ આપ્યું છે. ગુજરાતના બોર્ડર વિસ્તાર સહિત અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ મોરબીમાં પોલીસે સઘન ચેકિંગ અભિયાન શરુ કર્યું હતું. હોટલ અને ગેસ્ટહાઉસમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે હોટલ અને ગેસ્ટહાઉસમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હોટલનું એન્ટ્રી રજિસ્ટર ખાસ ચેક કરાયું છે.હોટલમાં કોઈ પણ વ્યક્તિ કેટલાક સમયથી રહી રહ્યો છે. તેમજ હોટલમાં ઓળખ તરીકે આપેલા પ્રુફનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વધુ ભીડવાળી જગ્યાઓ પર પોલીસનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. એલસીબી એસઓજી અને પોલીસ મથકોની ટીમોનું સઘન ચેકિંગ કરી છે.લોકલ પોલીસ ખાસ કરીને વાહન ચેકિંગ કરી રહી છે. શંકાસ્પદ વાહનો ઉપરાંત, નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળા વાહનોને ખાસ ટાર્ગેટ કરીને તેમની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયુ. પોલીસના ચેકિંગ દરમિયાન બેગેજ સ્કેનર મશીન બંધ હાલતમાં મળ્યા. પોલીસના જવાનોએ જાતે જ લોકોના સામાનની તપાસ કરી. મશીન બંધ હાલતમાં મળતા રેલવે વિભાગ સામે સવાલો ઉઠ્યા છેં. અમારી જવાબદારી નહીં હોવાનું કહીને રેલવે અધિકારીએ વાત ટાળી. દિલ્લીથી આવતી-જતી ટ્રેનોમાં લોકોના સામાનની તપાસ થઇ રહી છે. પાર્કિંગમાં આવેલા વાહનોમાં પણ તપાસ હાથ ધરી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો