Morbi: હવે ગાયોને રઝળતી મુકી દેતા માલધારીઓને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કરી ટકોર, જાણો શું કહ્યુ
Morbi: ગાયોને દોહી લીધા બાદ રસ્તે રઝળતી મુકી દેતા માલધારીઓને ઉદ્દેશીને હવે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી ટકોર કરી છે અને ગાયોને રઝળતી ન મુકવા પણ જણાવ્યુ છે.
મોરબી (Morbi)માં ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા (Rameshbhai Ojha)એ માલધારીઓને ટકોર કરી છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ માલધારીઓને ઉદ્દેશીને કહ્યુ છે કે આ ગાયો(Cows)નું કંઈક કરો. નગરના રસ્તાઓ ગૌશાળા બની રહ્યા છે. હાઈકોર્ટે પણ હવે સરકારને પગલા ભરવા કહેવુ પડ્યુ છે. માલધારીઓ ગામના જોખમે અને ગામના ખર્ચે તમે દૂધ પીવાનું બંધ કરો. આ નમકહરામી કહેવાય. ત્યાં સુધી તેમણે જણાવ્યુ છે. નમકહરામી બંધ કરવાની તેમણે અપીલ કરી છે. ગાયોની સેવા નહીં કરો તો પાપ લાગશે, આ શબ્દો તેમણે માલધારી સમાજને કહ્યા છે. ભાઈશ્રીએ રસ્તે રઝળતી મુકી દેતા માલધારીઓને વ્યાસપીઠ પરથી ટકોર કરી છે.
ગાયોને રઝળતી મુકી દેતા માલધારીઓને રમેશભાઈ ઓઝાએ કરી ટકોર
ભાઈશ્રીએ વ્યાસપીઠ પરથી જણાવ્યુ કે ગાયની સેવા કર્યા વગર દૂધ પીશો તો નહીં પચે. પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે. માલધારીઓને તેમણે સવાલ કર્યો કે શા માટે ઢોરને છૂટા મુકી દો છો? કોર્પોરેશન કાર્યવાહી કરે અને જેવા પકડાય એટલે અમારી ગાય છે એવુ કરીને હાજર થઈ જાઓ છો તો ઘરે કેમ બાંધતા નથી તેવો સવાલ પણ તેમણે કર્યો. આ સાથે તેમણે દૂધ ન આપતી ભેંસોને ઈંજેક્શન ન આપવા પણ તેમણે અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે આ અગાઉ ભાઈશ્રીએ વ્યાસપીઠ પરથી ભગવાન શિવ વિશે સ્વામીનારાયણના એક સંતે કરેલા બફાટ પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ભાઈશ્રીએ કથામાં ઉપસ્થિત સ્વાનારાયણના સંતોને પણ ઉદ્દેશીને કહ્યું કે આપને પ્રાર્થના કરુ છુ કે આપ સહુ ભેગા થઈ આવુ બધુ રોકો. સનાતન ધર્મ માટે એ જરૂરી છે. આવુ જ્યાં થતુ હોય ત્યાં રોકો.