આજનું હવામાન : ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયુ ઓરેન્જ એલર્ટ, જુઓ Video

|

Jun 23, 2024 | 7:56 AM

હવામાન વિભાગે વરસાદ અંગે મોટી અને મહત્વની આગાહી કરી છે. આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપ્યુ છે.

હવામાન વિભાગે વરસાદ અંગે મોટી અને મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, ડાંગ , દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ 24 જૂન બાદ ગુજરાતમાં વરસાદની ગતિ વધી શકે છે. આવનારા દિવસોમાં ચોમાસુ આગળ વધે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહ્યું તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરત,પોરબંદર, નવસારી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.તેમજ અરવલ્લી, ભરુચ, જુનાગઢ, મહીસાગર, નર્મદા,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Next Video