Gujarati Video : રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો

Gujarati Video : રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 8:14 AM

સેવાલીયામાં વાવાઝોડા સાથે ભારે કમોસમી વરસાદ થતા બાજરી, ઘઉં, તમાકુ, શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ છે. બીજી તરફ ડાંગમાં આહવા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે

રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ગઈકાલે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો. જેમાં ધોરાજીના ગ્રામ્ય વિસ્તાર કલાણા, છત્રાસા, પાટણવાવમાં ભારે વરસાદ વરસ્યો છે. છત્રાસા ગામે તો આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. જૂનાગઢ અને માણાવદરને જોડતા રોડ ઉપર એક ફૂટ પાણી ભરાયું. તો ખેડાના ગળતેશ્વર તાલુકામાં વરસાદ વરસ્યો.

આ પણ વાંચો : રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

સેવાલીયામાં વાવાઝોડા સાથે ભારે કમોસમી વરસાદ થતા બાજરી, ઘઉં, તમાકુ, શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ છે. તો અરવલ્લીમાં મોડાસાના ઝાલોદર, માથાસૂલિયા, અણંદાપૂર સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ યથાવત છે. તો આ તરફ ડાંગમાં આહવા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અને હજી બે દિવસ વરસાદી માહોલ રાજ્યમાં રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published on: May 06, 2023 08:09 AM
g clip-path="url(#clip0_868_265)">