Monsoon 2023 : કાંસ ઉપરના બાંધકામને કારણે નવસારીમાં ભરાયા વરસાદી પાણી, જુઓ Video

|

Jul 28, 2023 | 5:44 PM

નવસારીમાં ભારે વરસાદે તારાજી વેરી છે. વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. કુદરતી કાંસ પૂરી દેતા પાણી ભરાયાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયા છે. નગરપાલિકાએ કાંસ પર બાંધકામ કરાવ્યું અને બાંધકામને કારણે કાંસમાંથી પાણીમાં અવરોધ થતો હોવાનો આક્ષેપ કરાયો છે.

Monsoon 2023: નવસારી શહેરમાં ગુરૂવારની રાત્રે પડેલા ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમુક વિસ્તારોમાં તો કેડસમા પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગાયકવાડ સમયથી કુદરતી કાંસમાંથી વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા છે.

પરંતુ નગરપાલિકા તરફથી આ કુદરતી કાંસ પર 10 કરોડ રૂપિયાના ખર્ચે બાંધકામ કરી દેવામાં આવ્યું છે. જેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે કુદરતી કાંસ પર થયેલા બાંધકામને કારણે શહેરભરમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.

આ પણ વાંચો : નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી ગાંડીતૂર, સ્થિતિ પર સતત નજર હોવાનો કલેક્ટરનો દાવો

બીજી તરફ નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે કે ગુરૂવારની રાત્રે એકસાથે 11 ઈંચ વરસાદ ખાબક્યો તેને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રમુખના દાવા પ્રમાણે નગરપાલિકા તરફથી જે કામગીરી કરવામાં આવી છે, તે યોગ્ય જ છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video