ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી, સિઝનનો 96.37 ટકા વરસાદ નોંધાયો

સપ્ટેમ્બર મહિનામાં સાર્વત્રિક 17 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જો ઝોન વાઈઝ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સિઝનનો 116 ટકા વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાંથી(Gujarat)  ચોમાસાએ( Monsoon) સત્તાવાર વિદાય લીધી છે. જેમાં રાજ્યના સિઝનનો 96.37 ટકા વરસાદ નોંધાયો હતો. જેમાં ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ​​​​​​​સપ્ટેમ્બર મહિનામાં સાર્વત્રિક 17 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જો ઝોન વાઈઝ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સિઝનનો 116 ટકા વરસાદ પડ્યો હતો.

જ્યારે કચ્છમાં પણ 112 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 94 ટકા, મધ્ય ગુજરાતમાં 84 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો સિઝનનો 71 ટકા વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે વરસાદ ટકાવારીની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં નોંધાયો.

જેમાં દેવભૂમિદ્વારકામાં સૌથી વધુ 143.57 ટકા, જામનગરમાં 140 ટકા વરસાદ ખાબક્યો..,, તો રાજકોટમાં 135 ટકા, જૂનાગઢમાં 130 ટકા અને પોરબંદરમાં 125 ટકા વરસાદ પડ્યો છે.

 

આ પણ  વાંચો : અદાણી ગેસે સીએનજીના ભાવમાં 1. 63 રૂપિયા અને પીએનજીના ભાવમાં રૂપિયા 70 નો વધારો ઝીંકયો

આ પણ વાંચો : અમદાવાદ સહીત દેશના 28 શહેરોમાં મળી રહ્યો છે માત્ર 634 રૂપિયામાં LPG Cylinder, જાણો કઈ રીતે મળશે સસ્તો સિલિન્ડર?

Click on your DTH Provider to Add TV9 Gujarati