Rain Update : ગુજરાતમાં મેઘ મહેર ! છેલ્લા 24 કલાકમાં 16 તાલુકામાં વરસ્યો વરસાદ,જુઓ Video

|

Jun 12, 2024 | 11:59 AM

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ચોમાસાના પ્રારંભની સાથે જ રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ચોમાસાના પ્રારંભની સાથે જ રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડના ઉમરગામમાં અને મોરવા(હડફ)માં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મહીસાગરના ખાનપુરમાં પણ આશરે 1 ઈંચ વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે.

આજે ક્યાં પડશે વરસાદ ?

પંચમહાલ, દાહોદ, મહિસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

13 જૂને ક્યાં આગાહી ?

અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આમંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દામણ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

14 જૂને ક્યાં આગાહી ?

સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video