આજનું હવામાન : દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા, જાણો તમારા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 2 સિસ્ટમ સક્રિય હોઈ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 24 કલાક ગાજવીજ સાથે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 2 સિસ્ટમ સક્રિય હોઈ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 24 કલાક ગાજવીજ સાથે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 50થી60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને 3 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આજે ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ સહિતના દ. ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે. તો ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની શક્યતા છે. વરસાદી વાતાવરણને પગલે અમદાવાદમાં પણ તાપમાનમાં ઘટાડો થવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પશ્ચિમ રાજસ્થાન, અને બંગાળની ખાડી પરની સક્રિય સિસ્ટમને લીધે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
