આજનું હવામાન : ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી , અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી , અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Jun 19, 2025 | 7:44 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત પર સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 23 જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત પર સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 23 જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે. તો 23 જૂન સુધી અમદાવાદ, આણંદ, ભરુચમાં અતિભારે વરસાદની શક્યતા છે. તંત્ર દ્વારા ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ

હવામાન વિભાગની આગાહી અનુસાર 23 જૂન સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારેના એંધાણ છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 18, 2025 07:54 AM