Navsari News : ભારે વરસાદના પગલે પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું, સુપા-કુરેલ ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ,જુઓ Video

| Edited By: | Updated on: Aug 03, 2024 | 4:22 PM

નવસારીમાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીનું જળસ્તર વધ્યુ છે. સુપા - કુરેલ ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. લો - લેવલ બ્રિજ સીઝનમાં છઠ્ઠી વખત ગરકાવ થયો છે. તાપી અને ડાંગમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે.

નવસારીમાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીનું જળસ્તર વધ્યુ છે. સુપા – કુરેલ ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. લો – લેવલ બ્રિજ સીઝનમાં છઠ્ઠી વખત ગરકાવ થયો છે. તાપી અને ડાંગમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રસ્તો બંધ થતા આસપાસના ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જો કે બ્રિજ પર પાણી ફરી વળતા વાહનોની અવરજવર બંધ થઈ છે.

ટેમ્પો નદીમાં તણાયો

ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદી પરના લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. અંબિકાના પૂરના પાણીમાં ટેમ્પો તણાયો હોવાની ઘટના સામે આવી છે.