Porbandar Rain : પહેલા વરસાદે ખોલી નગરપાલિકાની પોલ ! ઠેર – ઠેર ભરાયા વરસાદી પાણી, જુઓ Video

|

Jun 16, 2024 | 11:14 AM

પોરબંદરમાં પહેલા વરસાદે નગરપાલિકાની પોલ ખોલી છે. પોરબંદરના મોટાભાગના વિસ્તારોમાં પહેલો વરસાદ પડતાની સાથે જ પાણી ભરાયા છે. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

પોરબંદરમાં પહેલા વરસાદે નગરપાલિકાની પોલ ખોલી છે. પોરબંદરના મોટાભાગના વિસ્તારોમાં પહેલો વરસાદ પડતાની સાથે જ પાણી ભરાયા છે. સુદામાચોક, ખાદી ભવન, હોસ્પિટલ રોડ,SVP રોડ, ફૂવારા વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરમાં પ્ર- મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. તેમજ નગરપાલિકા પ્રિ- મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ ગયાની સ્થાનિકોની ફરિયાદ છે.

બીજી તરફ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. પોરબંદરના નાગકા, ફટાણા, સોઢાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.તેમજ રાણાવાવ અને ઘેડ પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. જો કે ભીમ અગિયારસ પહેલા જ વરસાદ શરુ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video