Valsad : ભારે વરસાદના પગલે વલસાડ તાલુકાની શાળા – કોલેજમાં રજા જાહેર – જુઓ Video

Valsad : ભારે વરસાદના પગલે વલસાડ તાલુકાની શાળા – કોલેજમાં રજા જાહેર – જુઓ Video

| Edited By: | Updated on: Jul 02, 2024 | 12:17 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદના પગલે કલેકટરે શાળા- કોલેજમાં રજા જાહેર કરી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને લઈ વહીવટી તંત્રએ વલસાડ તાલુકાની શાળા, કોલેજ, આંગણવાડી, ITIમાં રજા જાહેર કરી છે. જો કે વલસાડ જિલ્લાના અન્ય તાલુકામાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.આ ઉપરાંત ધોરણ ‌10 અને 12ની પુરક પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે. આ તમામ માહિતી કલેકટરે ટ્વિટર પર ટ્વિટ કરીને આપી છે.

જૂનાગઢમાં શાળાઓ બંધ

બીજી તરફ હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે જૂનાગઢ જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારી સ્ટાફને હેડકવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.

Published on: Jul 02, 2024 12:16 PM