Vadodara Rain : વડોદરામાં વરસાદી તાંડવ બાદ તારાજીના દ્રશ્યો, ઠેર-ઠેર પૂરના પાણીમાં વાહનોનો ખડકલો, જુઓ Video
વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસતા અને વરસાદી તાંડવ બાદ વડોદરામાં તારાજી જ તારાજી જોવા મળી રહી છે. વડોદરા વરસાદી તાંડવ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સમા-સાવલી રોડ પર પાર્ક વાહનોને મોટું નુકસાન પહોંચ્યુ છે.
વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસતા અને વરસાદી તાંડવ બાદ વડોદરામાં તારાજી જ તારાજી જોવા મળી રહી છે. વડોદરા વરસાદી તાંડવ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સમા-સાવલી રોડ પર પાર્ક વાહનોને મોટું નુકસાન પહોંચ્યુ છે. પાણી ઓસરતા ગરકાવ થયેલા વાહનો નજરે પડ્યા છે.
વડોદરામાં પૂરના પાણી ઓસરતા ઠેર-ઠેર પુરના પાણીમાં વાહનોનો ખડકલો થયેલો જોવા મળી રહ્યો છે. રમકડાની માફક બાઈક, કાર પાણીમાં ફંગોળાયા હોય તેવુ જોવા મળી રહ્યુ છે. તો પાણીમાં જળસમાધી લીધેલી ટ્રક પણ નજરે પડી રહી છે.
શહેરના સમા-સાવલી રોડ પર મોટાભાગે અપડાઉન કરતા નોકરીયાતો પોતાના વાહનો પાર્ક કરી જતા હોય છે. જેમના વાહનોને નુકસાન પહોંચતા મોટો આર્થિક ફટકો પડ્યો છે. કેટલીક કાર પાણીના પ્રવાહના કારણે તણાઈ ડિવાઈડર પર પહોંચી ગયેલી જોવા મળી છે.