Rain Update : રાજકોટમાં 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ, મહિલા કોલેજ અંડરબ્રિજ બંધ કરાયો, લોકોને ઘર બહાર ન નીકળવા તંત્રની અપીલ, જુઓ Video

|

Aug 27, 2024 | 9:21 AM

રાજકોટમાં વહેલી સવારે ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં મોટાભાગના એરિયામાં પાણી ભરાયા છે. સૌરાષ્ટ્ર સૌથી મોટા ગણાતા રાજકોટના મેળાને બંધ રાખવાની ફરજ પડી છે. 

સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યુ છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તેમનું રૌદ્ર સ્વરુપ બતાવ્યુ છે. રાજકોટમાં વહેલી સવારે ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં મોટાભાગના એરિયામાં પાણી ભરાયા છે. સૌરાષ્ટ્ર સૌથી મોટા ગણાતા રાજકોટના મેળાને બંધ રાખવાની ફરજ પડી છે.

રાજકોટમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા  મહિલા કોલેજ અંડરબ્રિજ બંધ કરાયો છે. રેલનગર અંડરબ્રિજ અને પોપટપરા અંડરબ્રિજ બંધ કરાયા છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે તંત્રની અપીલ છે. છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. શહેરમાં તાત્કાલિક અસરથી BRTS સેવા બંધ કરી દેવાઇ છે. અનેક ઈમરજન્સી સેવાના ફોન નંબર પણ ઠપ થયા છે.

રાજકોટમાં  બીઆરટીએસ રૂટ જાણે સ્વિમિંગ પૂલ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

Published On - 9:21 am, Tue, 27 August 24

Next Video