જૂનાગઢમાં ભારે વરસાદે વેરી તારાજી, 75 માર્ગ બંધ, 62 ગામનો સંપર્ક ખોરવાયો, જુઓ વીડિયો

|

Jul 19, 2024 | 3:08 PM

જૂનાગઢ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને, સાવચેતીના ભાગરૂપે 14 રૂટ પર દોડતી એસટી સેવા હાલ પુરતી સ્થગિત કરવાની ફરજ પડી છે. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આવેલા નાના મોટા જળાશય પૈકી 9 ડેમ ઓવરફ્લો થયા છે.

જૂનાગઢ જિલ્લામા પડેલા સાર્વત્રિક વરસાદથી તારાજી સર્જાઈ છે. સમગ્ર જૂનાગઢ જિલ્લાના 75 જેટલા રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતા, વાહનોની અવર જવર માટે બંધ કરી દેવાયા છે. ધોધમાર વરસેલા વરસાદનું પાણી જૂનાગઢ જિલ્લાના 62 ગામની ફરતે ફરી વળ્યું હોવાથી જમીન માર્ગે આ ગામોનો સંપર્ક થઈ શકે તેમ નથી. જો કે જિલ્લા કલેકટર કચેરીએ કંટ્રોલ રૂમ મારફતે ગામનો સંપર્ક કરીને સ્થિતિ અંગે માહિતી મેળવી છે.

જૂનાગઢ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને, સાવચેતીના ભાગરૂપે 14 રૂટ પર દોડતી એસટી સેવા હાલ પુરતી સ્થગિત કરવાની ફરજ પડી છે. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આવેલા નાના મોટા જળાશય પૈકી 9 ડેમ ઓવરફ્લો થયા છે. ઓવરફ્લો થયેલા જળાશયને કારણે હેઠવાસમાં આવતા ગામને એલર્ટ કરાયા છે.

માળીયામા ઘસમસતા પૂરના પાણીમાં એક ઇકો કાર ચાલક પાણીમાં તણાઈ ગયો હોવાનો બનાવ બન્યો હતો. જો કે, આ ઈકો કારચાલક સહી સલામત રીતે મળી આવતા તંત્રે હાશકારો અનુભવ્યો છે. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા લોકોને બિન જરૂરી અવરજવર ના કરવા માટે અપીલ કરાઈ છે.

Next Video