આજનું હવામાન : હવામાન વિભાગની વિચિત્ર આગાહી, કેટલાક જિલ્લામાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં આગામી 5 દિવસ હીટવેવની શક્યતા છે.
આ સાથે સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં બે દિવસ માટે હીટવેવની અગાહી આપવામાં આવી છે. આ તરફ તાપી, ડાંગ, બોટાદ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ ઓલર્ટ આપવામાં આવ્યુ છે. 18મી તારીખે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, સુરત, વલસાડ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 19 થી 21મી તારીખ સુધી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, સુરત, વલસાડ જિલ્લા સહિતના વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
