Gujarat Rains : 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીના ડોલવણમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

|

Jul 26, 2024 | 9:22 AM

ગુજરાતમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. મેઘરાજાએ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં પોતાની કૃપા ઉતારી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લામાં વરસાદી માહોલના પગલે પાણી ભરાઇ ગયા છે. જેના કારણે જન જીવન પર અસર જોવા મળી રહી છે. 

ગુજરાતમાં 24 કલાકમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના સુબિરમાં પોણા સાત ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીમાં 6.5 વરસાદ વરસ્યો છે. તાપીના ઉચ્છલમાં 4.5 વરસાદ વરસ્યો છે. સુરતના મહુવામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

જલાલપોરમાં 5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો તાપીના સોનગઢમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વ્યારા, વાંસદા, ડાંગ, આહવામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અમદાવાદ સહિત અનેક જિલ્લામાં નોંધાયો છે.

Next Video