Gujarat Rains : 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસી મેઘરાજાની કૃપા, સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ, જુઓ Video

|

Jul 09, 2024 | 9:36 AM

ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં સોમવારે અવિરત મેઘ મહેર ઉતરી છે. 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો લગભગ 77 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં નોંધાયો છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં સોમવારે અવિરત મેઘ મહેર ઉતરી છે. 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો લગભગ 77 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં નોંધાયો છે.

ક્યા જિલ્લામાં કેટલો વરસાદ ?

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના તલોદમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છના ભુજમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે.

વરસાદથી વધી મુશ્કેલીઓ

વરસાદના પગલે સાબરકાંઠામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. લોકોને વરસાદી પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઇ રહી છે.વરસાદના પગલે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે.

Next Video