જૂનાગઢના કેશોદના અખોદર ગામે વાડી વિસ્તારમાં પૂરમાં ફસાયા ખેડૂતો, બોટ દ્વારા કરાયું રેસ્ક્યું, જુઓ વીડિયો

|

Jul 19, 2024 | 4:52 PM

જૂનાગઢના કેશોદની હાલત કફોડી થઈ છે તે વરસાદના આંકડાઓ પરથી જાણી શકાશે. જૂનાગઢના કેશોદ તાલુકામાં આજે 19મી જૂલાઈના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગત મોડી રાત્રે સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આમ અત્યાર સુધીમાં કેશોદમાં 16 ઈંચ વરસાદ તુટી પડ્યો છે. જેના કારણે ચોમેર પાણી જ પાણી જોવા મળે છે. 

Heavy rains in Keshod : જૂનાગઢમાં ગઈકાલ રાત્રીથી વરસી રહેલા સતત વરસાદથી ઠેર ઠેર પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેનેા કારણે ચોમારે ફરી વળેલા વરસાદી પૂરના પાણીમાં, કેશોદના અખોદર ગામે વાડી વિસ્તારમાં ખેડૂત-પશુ પાલક ફસાઈ જવા પામ્યા હતા.

ગામના ખેડૂત અને પશુપાલકો પૂરના ધસમસતા પાણીમાં ફસાઈ ગયા હોવાની જાણ ગ્રામ પંચાયતના સભ્યોને થઈ હતી. આથી તેમણે તંત્રનું ધ્યાન દોરતા, રેસ્ક્યુ બોટ મોકલવામાં આવી હતી. આ રેસ્ક્યુ બોટ મારફતે વાડી વિસ્તારમાં ફસાયેલા ખેડૂતો અને પશુપાલકોને સહીસલામત ગામમાં પાછા લાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના કેશોદમાં આજે 19મી જૂલાઈના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગત મોડી રાત્રે સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આમ અત્યાર સુધીમાં કેશોદમાં 16 ઈંચ વરસાદ તુટી પડ્યો છે. જેના કારણે ચોમેર પાણી જ પાણી થયુ છે.

Next Video