અમદાવાદમાં ખાબકેલા 2 ઈંચ વરસાદે જ ફરી મહાનગરપાલિકાની નબળી કામગીરીની ખોલી પોલ- ઠેર ઠેર પાણી ભરાતા લોકો ફસાયા- Video

|

Aug 22, 2024 | 7:24 PM

અમદાવાદમાં માત્ર 2 ઈંચ વરસાદ ખાબક્તા જ મહાનગરપાલિકાની નબળી કામગીરીના લીરેલીરે ઉડતા જોવા મળ્યા. પૂર્વ વિસ્તાર તો છોડો પશ્ચિમમાં પણ અનેક વિસ્તારો જળબંબાકાર થયા અને સવારના સમયે ઓફિસે જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

સામાન્ય વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયુ અમદાવાદના ચાંદખેડામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ ખાબક્યો તો વાસણા વિસ્તારમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો. 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. અમદાવાદના આ દ્રશ્યો જુઓ જ્યાં પ્રહલાદ નગર, શ્યામલ, SG હાઈવે જેવા પોશ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ. AEC બ્રિજ પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા.

ઘાટલોડિયામાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. શહેરના પશ્રિમ વિસ્તારની આટલા વરસાદમાં આવી હાલત છે તો પૂર્વ વિસ્તારમાં શું હાલત હશે તે તો અમદાવાદ વાસીઓ જ જાણે. દર વખતે પાણી ભરાવવાની આવી સમસ્યા છે છતા તંત્રના પેટનું પાણી નથી હલતુ અને મોટા મોટા દાવાઓ કરતી મહાનગર પાલિકાની પોલ માત્ર 2 ઈંચ વરસાદે ખોલી નાખી.

થોડા વરસાદમાં પણઅમદાવાદવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે અમદાવાદના હ્રદયસમા SG હાઈવે પર ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો જોવા મળ્યા જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી સર્જાઈ. અનેક વિસ્તારો જળમગ્ન થયા અને ઘુંટણસમા પાણીથી શહેરીજનો પરેશાન થયા તો બીજી બાજુ ટ્રાફિકની સમસ્યા અને અંડર બ્રિજ બંધ થવાના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ અને આટલી રાહ જોયા બાદ પડેલા વરસાદના કારણે મહાનગરની મહાદશા બેઠી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:23 pm, Thu, 22 August 24

Next Video