Monsoon 2023 Video : ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક જ સપ્તાહમાં 28 લોકોનાં મોત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન

|

Aug 01, 2023 | 10:09 AM

ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના આ સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક સપ્તાહમાં 28 લોકોનાં મોત થયાં છે, છેલ્લા 48 કલાકમાં બનાસકાંઠા (Banaskantha) અને ખેડા (Kheda) જિલ્લો વરસાદ અસરગ્રસ્ત રહ્યા છે.

Monsoon 2023 : ગુજરાતમાં આ વર્ષે વરસાદી સિઝનમાં ભારે વરસાદ (Rain) વરસ્યો છે. જેને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જે નુકસાનીના આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના આ સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક જ સપ્તાહમાં 28 લોકોનાં મોત થયાં છે, છેલ્લા 48 કલાકમાં બનાસકાંઠા (Banaskantha) અને ખેડા (Kheda) જિલ્લો વરસાદ અસરગ્રસ્ત રહ્યા છે, આ સાથે જ આ સિઝનમાં પુર-વાવાઝોડા સહિતની કુદરતી આફતના કારણે ગુજરાતમાં કુલ 158 લોકોનાં મોત થયા છે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાની જોવા મળી છે.

આ પણ વાંચો- Gujarati Video : ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો જવાબ

ગુજરાતમાં આ વરસાદી સિઝનમાં કુદરતી આફતના કારણે જે 158 લોકોનાં મોત થયા છે તેમાં કુલ 10 જિલ્લાઓ અસરગ્રસ્ત છે, 58 વ્યક્તિના પુરમાં તણાઈ જવાના કારણે મોત નોંધાયા છે, વીજળી પડવાના કારણે 41 અને જુદા જુદા કારણસર 59 લોકોનાં મોત થયાં છે. બે વ્યક્તિ ગુમ થઈ છે, જેમનો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી જ્યારે કુલ 221 વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video