Banaskantha video: બનાસકાંઠાના આ ગામના લોકો ચોમાસામાં દોરડા વડે નદી પાર કરવા મજબૂર, પુલ વિના હાલાકી!
દાંતા તાલુકાના બોરડીયાળા વિસ્તારમાં આવેલી સ્થાનિક નદીમાં પાણી વહેતુ હોવાને લઈ સ્થાનિક રસ્તા પરથી પસાર થવાને લઈ મુશ્કેલી સર્જાઈ છે. ગામના લોકોએ દોરડાને સહારે નદી ઓળંગીને પસાર કરવી પડતી હોય છે.
બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અંબાજી વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક દિવસ દરમિયાન વરસાદ ધોધમાર વરસ્યો છે. જેને લઈ સ્થાનિક નદીઓમાં પણ પાણીની આવક થઈ છે. દાંતા અને અંબાજી વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં પાણીની નવી આવક થઈ છે. રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ રહી છે.
દાંતા તાલુકાના બોરડીયાળા વિસ્તારમાં આવેલી સ્થાનિક નદીમાં પાણી વહેતુ હોવાને લઈ સ્થાનિક રસ્તા પરથી પસાર થવાને લઈ મુશ્કેલી સર્જાઈ છે. ગામના લોકોએ દોરડાને સહારે નદી ઓળંગીને પસાર કરવી પડતી હોય છે. જીવના જોખમે સ્થાનિકોએ પસાર થવુ પડતુ હોય છે. નદી પર કોઝ-વે કે યોગ્ય પુલ નહીં હોવાને લઈ સ્થાનિક લોકોને માટે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચોઃ MLC 2023: પ્રથમ સિઝનમાં MI બન્યુ ચેમ્પિયન, નિકોલસ પૂરનની તોફાની સદી વડે ફાઈનલમાં મેળવી જીત
બનાસકાંઠા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News