Monsoon 2023 : અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો, જુઓ Video

Monsoon 2023 : અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 04, 2023 | 10:00 AM

અમદાવાદના ફતેહવાડી વિસ્તારના અંબર ટાવરની સામે સવેરા હોટલ પાસે મસમોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યુ છે. આ મસમોટા ભૂવામાં AMCનો ટ્રક ફસાયો હોવાનું પણ સામે આવી રહ્યુ છે.

Monsoon 2023 : રાજ્યમા વરસાદ પડે એટલે અમદાવાદમાં ખાડા પડવાનો સિલસિલો શરુ થઈ જાય છે. અમદાવાદના ફતેહવાડી વિસ્તારના અંબર ટાવરની સામે સવેરા હોટલ પાસે મસમોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યુ છે. આ મસમોટા ભૂવામાં AMCનો ટ્રક ફસાયો હોવાનું પણ સામે આવી રહ્યુ છે.

આ પણ વાંચો : Ahmedabad : ગુરુપૂર્ણિમાના અવસરે માઈગ્રન્ટ પાક. તબીબોએ PM મોદીનો માન્યો આભાર, દેશમાં કાયમી વસવાટ અને આરોગ્ય સેવા આપવા પાક. ડૉક્ટર્સ તૈયાર.

મકરબા વિસ્તારમાં ભૂવો પડ્યો

તો ગઈ કાલે અમદાવાદના મકરબા વિસ્તારમાં પણ ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યુ હતુ. વારંવાર ભૂવો પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરના ટોરેન્ટ સ્ટેશન પાસે રીચ મોંડ ગ્રાન્ડ બિલ્ડિંગની સામે ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી. કોર્પોરેશનના તંત્રએ એક સપ્તાહ પહેલા પડેલા ભૂવાને માત્ર કોર્ડન કરવામાં આવ્યુ હોવાથી શહેરી જનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો