AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023 : ગુજરાતમા આગામી 24 કલાક હજુ ભારે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video

અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. સાથે જ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે તેવી પણ શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં ભારે વરસાદને પગલે દરિયા કિનારે પવન સાથે વરસાદ રહેવાનો હોવાથી આગામી 24 કલાક માટે ફિશરમેન મેન વોર્નિંગ પણ આપવામાં આવી

Monsoon 2023 : ગુજરાતમા આગામી 24 કલાક હજુ ભારે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video
Monsoon 2023
Darshal Raval
| Edited By: | Updated on: Jul 09, 2023 | 4:48 PM
Share

Ahmedabad : ગુજરાતમાં(Gujarat) હવામાન વિભાગે(IMD) હજુ 24 કલાક કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની(Rain)આગાહી કરી છે. જેમાં 11 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. તો કેટલાક શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની પણ આગાહી કરાઈ છે.

હવામાન વિભાગનું કહેવું છે કે 24 કલાકમાં રાજ્યમાં બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિ ભારે જ્યારે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

11 જુલાઈ બાદ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે

એટલું જ નહીં પણ આવતીકાલે ગુજરાતમાં મોટાભાગના સ્થળે વરસાદી માહોલ રહેવાનું જણાવી ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા નહિવત દર્શાવી. સાથે જ છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ રહી શકવાની પણ શકયતા વ્યકત કરી. તેમજ આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની એક્ટિવિટી ઘટશે અને 11 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદનું જોર ઘટશે તેવું પણ જણાવ્યું. તેમજ ગુજરાતમાં ભાગ્યે જ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે તેમ પણ જણાવ્યું. જ્યાં 11 જુલાઈ બાદ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે.

નાઉ કાસ્ટ જાહેર કરીને તંત્રને એલર્ટ કરાયું

તો અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. સાથે જ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે તેવી પણ શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં ભારે વરસાદને પગલે દરિયા કિનારે પવન સાથે વરસાદ રહેવાનો હોવાથી આગામી 24 કલાક માટે ફિશરમેન મેન વોર્નિંગ પણ આપવામાં આવી. તો સાથે જ હવામાન વિભાગ નાઉ કાસ્ટ જાહેર કરીને તંત્રને એલર્ટ પણ કરી રહ્યું છે. જેથી મોટું કોઈ નુકશાન ન થાય.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">