Monsoon 2023 : છોટાઉદેપુરના મેરિયા નદી ઉપરનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ, જુઓ Video

|

Jul 18, 2023 | 7:20 AM

છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસતા મેરિયા નદીમાં પાણીની આવક થઈ છે. જેના પગલે મેરિયા નદી ઉપરનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ કરવામાં આવી છે.

Weather News : ચોમાસાના પ્રારંભથી રાજયમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદના પગલે મેરિયા નદી ઉપરનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ કરવામાં આવી છે. છોટા ઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદના કારણે પાણીની ભારે આવક થઈ છે. લોકો પાણી ઉતરવાની રાહ જોઈને બેઠા છે. લોકોને બીજા ગામમાં જવા માટે 30 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : Monsoon 2023: પંજાબમાં વરસાદ અને પૂરને કારણે 32 લોકોના મોત, 26,000 લોકોને બચાવાયા, રોગોચાળાનું જોખમ વધ્યું

તો બીજી તરફ ધોધમાર વરસાદના પગલે ભાવનગરના મહુવા તાલુકાનો મેથળા બંધારો ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં બે દિવસથી સતત મશળધાર વરસાદ અને શેત્રુંજી ડેમમાંથી પાણીની આવકને કારણે મેથળા બંધારો છલકાયો છે. મેથાળા અને ઉંચા કોટડા વચ્ચે દરિયાઈ સીમા પર આવેલો આ ડેમ ખેડૂતો માટે આશિર્વાદરુપ ગણવામાં આવે છે.

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video