AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Breaking News : રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. ગુજરાતના રિજયન અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગની વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

Rain Breaking News : રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના, જુઓ Video
Rain Breaking News
Darshal Raval
| Edited By: | Updated on: Jul 17, 2023 | 7:01 PM
Share

Rain Breaking : હવામાન વિભાગે વરસાદને લઈ ફરી એક આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. ગુજરાતના રિજયન અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગની વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, જુઓ Video

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરત સહિતના અનેક શહેરોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 23 જુલાઈ સુધી વરસાદ ખાબકી શકે છે. તો આ તરફ 19 અને 20 જુલાઈના રોજ ભારે થી અતિભારે વરસાદ રહે તેવી સંભાવના છે. ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં પણ આગામી 7 દિવસ ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

કચ્છમાં સિઝનનો 112.09 ટકા વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 52.34 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છમાં સિઝનનો 112.09 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો 51.2 ટકા વરસાદ ખાબક્યો છે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 69.23 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 43.35 ટકા વરસાદ પડ્યો છે. તેમજ મધ્ય ગુજરાતમાં 41.18 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

આજે સોમવારે હવામાન વિભાગ અનુસાર જુનાગઢ, ખેડા, પોરબંદર,અમદાવાદ, આણંદ, ભરુચ,  જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ ગાંધીનગર, ગીર સોમાનાથ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ  રાજકોટમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.  તો દાહોદ, પંચમહાલમાં 26 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
g clip-path="url(#clip0_868_265)">