Monsoon 2023 Video : ગુજરાતમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરુ થશે, જાણો કયા કયા વિસ્તારોમાં ક્યારે પડશે વરસાદ

Monsoon 2023 Video : ગુજરાતમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરુ થશે, જાણો કયા કયા વિસ્તારોમાં ક્યારે પડશે વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 10:01 AM

વરસાદને લઇને હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. અમદાવાદમાં આગામી 4થી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની (Rain) સંભાવના છે.

Monsoon 2023 : વરસાદને લઇને હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. અમદાવાદમાં આગામી 4થી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની (Rain) સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16, 17, 18 અને 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતા છે.

આ પણ વાંચો-Gujarati Video : દ્વારકાના જગત મંદિર પર હવે ચઢાવવામાં આવશે 6 ધ્વજા, ધ્વજારોહણ 2024 સુધી ફુલ

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">