Gujarat Weather Forecast : આજે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જુઓ Video

|

Jul 10, 2023 | 7:08 AM

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ 24 કલાક કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 11 જુલાઈથી વરસાદનું જોર ઘટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે અમદાવાદ, ભરુચ, છોટાઉદેપુર, ગાંધીનગરમાં દિવસ દરમિયાન 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આજે વડોદરા, તાપી, પંચમહાલ, નવસારી, ખેડા,બોટાદ, અમરેલી જેવા જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, જેવા જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Monsoon 2023: રસ્તાઓ નદીઓમાં ફેરવાયા, કાર તણાઇ, રાજધાનીમાં વરસાદનું થર્ડ ડિગ્રી ટોર્ચર, જુઓ PHOTOS

તો આણંદ, ભાવનગર,દેવભૂમિ દ્વારકા,ગીરસોમનાથ,જામનગર, જુનાગઢ જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આજે મહીસાગરમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ ડાંગ, સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આગામી કેટલાક કલાક ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ 24 કલાક કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની(Rain)આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 11 જુલાઈથી વરસાદનું જોર ઘટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

11 જુલાઈ પછી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે

આજે મોટાભાગના સ્થળે વરસાદી માહોલ રહેવાનું જણાવી ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે. સાથે જ છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ રહી શકવાની પણ શકયતા વ્યકત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની એક્ટિવિટી ઘટશે અને 11 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં ભાગ્યે જ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video