Monsoon 2023 : ભારે વરસાદને પગલે ગુજરાતમાં કુલ 130 લોકોના મોત, 312 રસ્તા ધોવાયા, 6 પુલ-વિયરના સ્ટ્રક્ચર્સ તૂટયા, જૂઓ Video

રાજ્યમાં અતિભારે વરસાદથી કુલ 312 રસ્તાઓનું ધોવાણ થયું છે. રસ્તા ધોવાતા આ રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે. સૌથી વધુ વલસાડ અને જૂનાગઢમાં રસ્તાઓનું ધોવાણ થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 9:34 AM

Monsoon 2023 : ગુજરાતમાં ચોમાસાના વરસાદે અલગ અલગ વિસ્તારોમાં તારાજી સર્જી છે. ભારે વરસાદને (Rain) પગલે ગુજરાતમાં કુલ 130 લોકોના મોત (Death) થયા છે. તો વરસાદ અને પૂરમાં તણાતા 211 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તણાઇ જવાથી 36 અને વીજળી પડવાથી 38ના મોત થયા છે. તો રાજ્યમાં અતિભારે વરસાદથી કુલ 312 રસ્તાઓનું ધોવાણ થયું છે. રસ્તા ધોવાતા આ રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે. સૌથી વધુ વલસાડ અને જૂનાગઢમાં રસ્તાઓનું ધોવાણ થયુ છે. વલસાડમાં 67 અને જૂનાગઢમાં 64 રસ્તાઓનું ધોવાણ થયુ છે. પોરબંદરમાં 57, રાજકોટ-ભાવનગરમાં 20-20 રસ્તા બિસ્માર હાલતમાં છે. 6 જેટલા પુલ-વિયરના સ્ટ્રક્ચર્સ તૂટવાની ઘટના બની છે.

આ પણ વાંચો-Breaking News : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનું તથ્ય સામે આવ્યું, તપાસ દરમિયાન આરોપીએ કર્યા મોટા ખુલાસા

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">