Gujarat Weather Forecast : રાજ્યમાં મેઘરાજાનું જોર રહેશે યથાવત ! જાણો તમારા જિલ્લામાં કેવો રહેશે વરસાદ, જુઓ Video

Gujarat Weather Forecast : રાજ્યમાં મેઘરાજાનું જોર રહેશે યથાવત ! જાણો તમારા જિલ્લામાં કેવો રહેશે વરસાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 7:38 AM

હવામાન વિભાગ અનુસાર આજે સોમવારે ભારે વરસાદ ખાબકી શકે છે. તો રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ જેવા જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ વરસી શકે છે. તો હવામાન વિભાગ અનુસાર આજે સોમવારે ભારે વરસાદ ખાબકી શકે છે. તો રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ જેવા જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Rain : જામનગરના કાલાવડ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, જાહેરમાર્ગો પર ફરી વળ્યા પાણી, જુઓ Video

તો આ તરફ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વર્ષા વરસી શકે છે. તો સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, વડોદરા જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં કેટલુ રહેશે તાપમાન

આજે સોમવારે આણંદ, અમરેલી,બનાસકાંઠા, ભરુચ, ગાંધીનગર, ગીરસોમનાથ, ખેડા, મહેસાણા જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, પાટણ, પોરબંદર, સુરત જેવા જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">