Monsoon 2023 : અમદાવાદમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે વાસણા બેરેજના ચાર દરવાજા સાડા ત્રણ ફૂટ સુધી ખોલાયા, જુઓ Video

અમદાવાદમાં ભારે વરસાદ બાદ વાસણા બેરેજનાં ચાર દરવાજા ખોલાયા. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છ્વયો છે. હાલ સાબરમતી નદીમાં પાણીનું લેવલ 132.50 ફુટ પહોંચ્યું છે. મહત્વનુ છે કે ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 5:47 PM

Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદ બાદ વાસણા બેરેજનાં ચાર દરવાજા ખોલાયા છે. વાસણા બેરેજના ચાર દરવાજા સાડા ત્રણ ફુટ સુધી ખોલીને નદીમાં હાલ 12,600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પાણીનું લેવલ 132.50 ફુટ છે. તો અમદાવાદમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ છે.

આ પણ વાંચો  : પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોરમાં બે વધારાની મેટ્રો ટ્રેન દોડશે, પ્રથમ ટ્રેન સવારે 6.20 કલાકે ઉપડશે

આ સાથે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આંબેડકર બ્રિજ અને જમાલપુર બ્રિજની વચ્ચે રિવરફ્રન્ટ ઉપર પાણી ભરાયા હતા. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ધારાસભ્ય અમિત શાહે વાસણા બેરેજની મુલાકાત લીધી હતી. આ સાથે પ્રહલાદનગર પાસે ભરાયા વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો  હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">