AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 મિનિટ સુધી યુવતી પર હુમલો... હવે આરોપીની જાહેરમાં કરાઈ સરભરા! જુઓ Video

7 મિનિટ સુધી યુવતી પર હુમલો… હવે આરોપીની જાહેરમાં કરાઈ સરભરા! જુઓ Video

| Updated on: Sep 05, 2026 | 2:32 PM
Share

ભાવનગરના ST બસ સ્ટેન્ડમાં કાજલ બારૈયાની હત્યા કરનાર ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું.

ભાવનગરના ST બસ સ્ટેન્ડમાં જાહેરમાં મહિલાની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા બાદ તેની આકરી પૂછપરછ કરી છે. નિલમબાગ પોલીસે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીને સાથે રાખીને ST બસ સ્ટેન્ડ ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતી વખતે આરોપીને જાહેરમાં ફટકાર્યો હતો અને ઘટનાની સમગ્ર વિગતો જાણી હતી. મળતી માહિતી મુજબ, ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીએ તેની પ્રેમિકા કાજલ બારૈયાની ST બસ સ્ટેન્ડમાં હત્યા કરી હતી.

આરોપીએ કાજલ બારૈયાને આશરે સાત મિનિટ સુધી માર માર્યો હતો. યુવતી પર ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવતો હોવાના CCTV વીડિયો પણ સામે આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઘટનાની જાણ થતાં નિલમબાગ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.

હવે પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. પોલીસ દ્વારા હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર સહિત અન્ય પુરાવાઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોનું કર્યું સન્માન, રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પર મૂક્યો ભાર, જુઓ Video

Published on: Sep 05, 2026 02:32 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">