Vadodara Rain: શિનોર તાલુકા પાસે નર્મદા નદીમાં પૂર, સ્થિતિ વધુ વણસતા SDRFની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી, જુઓ Video

|

Sep 17, 2023 | 10:34 AM

વડોદરાના શિનોર તાલુકા પાસે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વડોદરાના બરકાલ ગામે નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે નર્મદા નદી કાંઠા વિસ્તારના 11 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ માલસર ગામના 15 જેટલા લોકોનું સ્થળાંતર સ્થળાંતર કરવામાં આવ્યુ છે.આ તરફ બરકાલ ગામમાંથી પણ 7 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. નદી કાંઠા વિસ્તારમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે લઇ જવાયા છે.

Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વડોદરાના શિનોર તાલુકા પાસે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વડોદરાના બરકાલ ગામે નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે નર્મદા નદી કાંઠા વિસ્તારના 11 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ માલસર ગામના 15 જેટલા લોકોનું સ્થળાંતર સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Vadodara Rain Breaking: કરજણના પરા અને નાની સાયર ગામમાં નદીના પાણી ફરી વળ્યા, NDRFની ટીમે 16 લોકોને બચાવ્યા

આ તરફ બરકાલ ગામમાંથી પણ 7 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. નદી કાંઠા વિસ્તારમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે લઇ જવાયા છે. સ્થિતિ વધુ વણસતા SDRFની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં મદદે પહોંચી છે. અનેક વિસ્તારમાં હજી લોકો ફસાયેલા હોવાની માહિતી મળી છે. ફસાયેલા લોકોના રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે તો વડોદરાના કરજણ તાલુકા પરા ગામના તમામ લોકોને સ્થળાંતર કરી નારેશ્વર આશ્રમમાં લઈ જવામાં આવ્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video