Banaskantha Rain: લાખણીના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા, જુઓ Video

Banaskantha Rain: લાખણીના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 10:24 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ લાખણી તાલુકામાં વરસાદ નોંધાયો છે. લાખણીમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઇ છે.

Banaskantha Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ લાખણી તાલુકામાં વરસાદ નોંધાયો છે. લાખણીમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લાખણીના ગ્રામ્ય વિસ્તાર કુડા, કોટડા, મોરાલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચો : Gujarati Video: Banaskantha: 22 પાડાની થઈ ચોરી, પાંજરાપોળનો દરવાજો તોડી પશુઓને લઈ જતા જીવદયા પ્રેમીઓમાં વ્યાપ્યો રોષ

ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા

ધોધમાર વરસાદને કારણે લાખણીમાં અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા પાકને નુકસાન જવાની ભીતિ છે. તો આ તરફ વાવ, થરાદ, ધાનેરા, ડીસા અને દાંતીવાડામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના અમીરગઢ, દાંતા, વડગામ, દિયોદર અને ભાભરમાં વરસાદ પડ્યો છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">