Navsari Rain : નવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના 153 રસ્તાઓ અને સ્ટેટ હાઇવેના 2 માર્ગો બંધ, જુઓ Video

|

Jul 28, 2023 | 1:40 PM

નવસારીમાં એક જ રાતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે વહીવટી તંત્રની બેઠક શરૂ. તો નવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના 153 માર્ગો અને સ્ટેટ હાઇવેના 2 માર્ગો બંધ કરવામાં આવ્યા છે.

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યાં નવસારીમાં એક જ રાતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે વહીવટી તંત્રની બેઠક શરૂ. તો નવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના 153 માર્ગો અને સ્ટેટ હાઇવેના 2 માર્ગો બંધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Navsari: ડાંગરની ખેતીમાં થતો મોંઘોદાટ ખર્ચ ઘટાડવાની દિશામાં નવસારીના ખેડૂતોની પહેલ, પોખીને ડાંગરની વાવણીની કરી શરૂઆત

તો ભારે વરસાદના 160 અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂર્ણા નદી 24 ફૂટે છે. જે હાલમાં ભયજનક સપાટીથી 1 ફૂટ ઉપર છે. ચીખલીની કાવેરી નદી ભયજનક 19 ફુટ છે. જો કે હાલમાં નવાસારી જિલ્લાના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા તંત્રને રાહત મળી છે. તો બીજી તરફ સુરત નવસારી રોડ પર વરસાદી પાણી ભરાતા એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો છે. અને 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયા હોવાનું સામે આવી રહ્યુ છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:42 am, Fri, 28 July 23

Next Video