ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા જાહેર

|

May 15, 2024 | 3:59 PM

ગુજરાતમાં નાફેડની બે બેઠક માટેની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા અને ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા થયા છે. હવે આગામી 21મી મેના રોજ દિલ્હીમાં નાફેડના અધ્યક્ષપદ માટેની ચૂંટણી યોજાશે. 

નાફેડના ટુંકા નામે ઓળખાતા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ડિરેકટરની ચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાતમાંથી નાફેડની બે ડિરેકટરની જગ્યા માટે હાથ ધરાયેલ ચૂંટણી પ્રક્રિયામાં બન્ને બેઠકો બિનહરિફ જાહેર થવા પામી છે. એક બેઠક પર રાજકોટના સાંસદ મોહન કુંડારીયા બિનહરિફ ચૂંટાઈ આવ્યાં છે, જ્યારે બીજી બેઠક પર ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ પણ બિનહરિફ ચૂંટાયા છે.

તાજેતરમાં ઈફકોની ચૂંટણીમાં ભાજપના સહકારી સેલના પ્રમુખ બિપીન પટેલ ગોતા સામે ધોરાજીના સહકારી આગેવાન અને ધારસભ્ય જયેશ રાદડિયા ચૂંટણી લડ્યા હતા. એક જ પક્ષના બે ઉમેદવારો એક જ બેઠક માટે ચૂંટણી લડતા હોવાથી સહકારી ક્ષેત્રે હલચલ મચી જવા પામી હતી.

ઈફકોની એક બેઠક માટે મેન્ડેટને લઈને પણ ભાજપમાં ખૂબ જ આંતરિક બબાલ થવા પામી હતી. ભાજપના સહકારી સેલના પ્રમુખની હાર થતા ભાજપની પ્રદેશ નેતાગીરી સમસમી ઉઠી હતી. આવી ભૂલ ટાળવા માટે ભાજપે આ વખતે નાફેડની ચૂંટણીમાં પાણી પહેલા જ પાળ બાંધી લીધી હતી.

Next Video