આજનું હવામાન : ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં અને ક્યારે પડશે વરસાદ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં અને ક્યારે પડશે વરસાદ, જુઓ Video

| Updated on: Jul 11, 2025 | 7:48 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જુલાઈ 12 બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જુલાઈ 12 બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. તો વરસાદી સિસ્ટમ નબળી પડતાં આગામી 2 દિવસ વરસાદનું જોર ઘટશે. આપને જણાવી દઇએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 94 ટકા વધુ વરસાદ ખાબક્યો છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 10 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે.જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં પવન સાથે વરસાદી ઝાપટાનું અનુમાન છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો દાવો છે કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે. તો 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની અંબાલાલે શક્યતા સેવી રહી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો