Breaking News : સાબરમતી જેલના હાઈસિક્યુરિટી ઝોનમાં મોબાઈલ કાંડ, કુખ્યાત આરોપી પાસેથી આઈફોન સહિત બે ફોન ઝડપાયા
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જેલના હાઈસિક્યુરિટી ઝોનમાંથી બે મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી અનુસાર કુખ્યાત આરોપી વિશાલ ગોસ્વામી પાસેથી એક આઈફોન અને એક કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યો છે.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જેલના હાઈસિક્યુરિટી ઝોનમાંથી બે મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી અનુસાર કુખ્યાત આરોપી વિશાલ ગોસ્વામી જ્યાં રહેતો હતો તે ખોલીમાંથી એક આઈફોન અને એક કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યો છે.
ફોન મળતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા
વિશાલ ગોસ્વામી ગંભીર ગુનાઓમાં આરોપી છે અને હાલ સાબરમતી જેલની હાઈસિક્યુરિટી ઝોનની ખોલીમાં બંધ હતો. ત્યાંથી તપાસ દરમિયાન તેની ખોલીમાંથી બંને મોબાઈલ ફોન મળતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નચિહ્ન
ઉલ્લેખનીય છે કે સાબરમતી જેલમાંથી અગાઉ પણ અનેક વખત કેદીઓ પાસેથી મોબાઈલ ફોન અને પ્રતિબંધિત સામગ્રી મળી ચૂકી છે. છતાં, ફરી એકવાર હાઈસિક્યુરિટી ઝોનમાંથી મોબાઈલ મળી આવવું એ જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
આ ઘટના બાદ જેલ વિભાગ દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે અને મોબાઈલ જેલમાં કેવી રીતે પહોંચ્યા તે અંગે પૂછપરછ હાથ ધરાઈ છે. સાથે જ, જેલ સ્ટાફની ભૂમિકા અંગે પણ તપાસ થવાની શક્યતા છે. આ સમગ્ર ઘટનાએ રાજ્યની સૌથી સુરક્ષિત ગણાતી જેલની વ્યવસ્થાને લઈને ચિંતા વધારી છે.
