Chhotaudepur : બોડેલીમાં દુકાનના કાઉન્ટર પર મૂકેલો મોબાઇલ અચાનક ફાટ્યો, જુઓ Video

Chhotaudepur : બોડેલીમાં દુકાનના કાઉન્ટર પર મૂકેલો મોબાઇલ અચાનક ફાટ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Oct 22, 2023 | 2:02 PM

રાજ્યમાં અવારનવાર આગની લાગવાની ઘટના બનતી હોય છે. તો છોટાઉદેપુરના બોડેલીમાં મોબાઇલ ફાટવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરના બોડેલીની એક દુકાન જ્યાં દુકાનધારક મોબાઇલ રિપેર માટે તપાસ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક મોબાઇલની બેટરી ફાટી ગઇ હતી.બેટરી ફાટતા જ તેમાં આગ લાગી ગઈ હતી. બેટરી ફાટવાની ઘટનાના CCTV સામે આવ્યા છે.

Chhotaudepur :  રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. તો છોટાઉદેપુરના બોડેલીમાં મોબાઇલ ફાટવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરના બોડેલીની એક દુકાન જ્યાં દુકાનધારક મોબાઇલ રિપેર માટે તપાસ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક મોબાઇલની બેટરી ફાટી ગઇ હતી. બેટરી ફાટતા જ તેમાં આગ લાગી ગઈ હતી.

આ પણ વાંચો : Chhotaudepur : ભારજ નદી પરનો વર્ષો જૂનો બ્રિજ જર્જરિત થતાં વાહનવ્યવહાર માટે બંધ કરાયો

બેટરી ફાટવાની ઘટનાના CCTV સામે આવ્યા છે. દૃશ્યમાં જોઇ શકાય છે કે એક દુકાનધારક મોબાઇલની તપાસ કરી રહ્યો છે. તો અન્ય એક વ્યક્તિ દુકાનમાં ઉભો છે. તે દરમિયાન માત્ર અમુક જ સેકન્ડમાં મોબાઇલની બેટરી ફાટી જાય છે. અને બંને લોકો ભડકી જાય છે. સદનસીબ કહેવાય કે ઘટનામાં કોઇને પણ જાનહાનિ નથી થઇ કે આગની મોટી ઘટના બની નથી. તો ઘટના બાદ જ દુકાનધારકે બેટરી પર પાણી નાંખીને સળગેલી બેટરી ઓલવી નાખી હતી.

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો