પાટણમાં લોકોના આક્રોશે નેતાજીને ઠંડીમાં પરસેવો છોડાવી દીધો, ગ્રામસભા છોડીને MLAએ ભાગવુ પડ્યુ

|

Nov 07, 2023 | 2:32 PM

શિયાળાની શરુઆતે જ નેતાજીને લોકોએ પરસેવો છોડાવી દીધો છે. પાણીની સમસ્યાને લઈ ગ્રામજનોએ વિરોધ નોંધાવતા આક્રોશ ઠાલાવ્યો હતો. વાત પાટણ જિલ્લાની છે, જ્યાં ગ્રામસભામાં નેતાઓ પહોંચ્યા હતા. જેમાં ધારાસભ્યએ ભાષણ કરવા માટે હાથમાં માઈક લીધુ હતુ અને એ સાથે ગ્રામજનોએ આક્રોશ ઠાલવતા જ નેતાજીએ રીતસર સ્થળ છોડીને ગાડીમાં બેસી ભાગવુ પડ્યુ હોય એવા દ્રશ્યો સર્જાયા હતા.

શિયાળાની શરુઆતે જ પાણીની સમસ્યાને લઈ લોકોનો રોષ નેતાઓને જોવા મળી રહ્યો છે. ઠંડીના ચમકારામાં પાણીની સમસ્યાને લઈ લોકોની ગરમી નેતાઓને જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લાના બાદરગંજ વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેને લઈ સ્થાનિકોએ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે રોષ ઠાલવ્યો હતો. માઈક હાથમાં લઈને ધારાસભ્ય લવિંગજી ભાષણ કરવાની શરુઆત કરી ત્યાં જ ગામલોકોનુ મોટુ ટોળુ આવ્યુ હતુ અને આક્રોશ દર્શાવ્યો હતો.

આ પણ વાંચોઃ અરવલ્લીની ગૂમ સગીરાનો 4 વર્ષે ભેદ ઉકેલાયો, હત્યા કરી લાશ ભાદર નદીમાં ફેંકી દીધી, 7ની ધરપકડ

બાદરગંજ વિસ્તારમાં ગ્રામસભા યોજાઈ હતી. જે ગ્રામસભામાં લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન તેઓએ ભાષણ કરવાની શરુઆત કરી હતી. પરંતુ તેઓ ભાષણની શરુઆત કરે એ પહેલા જ તેઓએ માઈક છોડી દઈને સ્થળ છોડીને ભાગવુ પડ્યુ હતુ. વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાયેલી છે, જે સમસ્યાનો હલ કરવા માટે અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ તેનો ઉકેલ આવી રહ્યો નથી. જેને લઈ સ્થાનિક લોકોએ આક્રોશ દર્શાવીને વિરોધ નોંધાવ્યા હતા.

આ દરમિયાન લવિંગજી ઠાકોરે ટીવી9 સાથે વાતચિતમાં જણાવ્યુ હતુ કે, આ ઘટના આપ પક્ષના કાર્યકર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જ્યાં તે તેમના કાર્યકરોનુ ટોળુ લઈને આવેલ અને આમ કરેલ. હું આ પાણીની સમસ્યા હલ કરવાના માટે ગાંધીનગર જઈને પ્રધાન કુંવરજીભાઈને રજૂઆત કરવાનો છું.

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:30 pm, Tue, 7 November 23

Next Video