સુરત : MLA કુમાર કાનાણીના કૌટુંબિક જમાઈ સામે ફરિયાદ, છેલ્લા 6 વર્ષથી મહિલાને હેરાન કરતા હોવાનો આક્ષેપ

સુરત : MLA કુમાર કાનાણીના કૌટુંબિક જમાઈ સામે ફરિયાદ, છેલ્લા 6 વર્ષથી મહિલાને હેરાન કરતા હોવાનો આક્ષેપ

| Edited By: | Updated on: Nov 07, 2022 | 12:03 PM

ધારાસભ્ય કુમાર કાનાણીના કૌટુંબિક જમાઈ રોફ જમાવી ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો અને પીડિત પરિવારના વૃદ્ધ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો.

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના કૌટુંબિક જમાઇ સામે છેડતીની ફરિયાદ નોંધાઇ છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કુમાર કાનાણીના મોટાભાઇના જમાઇ જગદીશ કોલડીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે છેલ્લા 5-6 વર્ષથી જગદીશ કોલડીયા મહિલાને હેરાન કરી રહ્યો છે. જેથી તેને ફરિયાદીએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કુમાર કાનાણીનો રોફ જમાવી ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો અને પીડિત પરિવારના વૃદ્ધ પર જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં તમારે જે કરવું હોય તે કરી લો પોલીસ મારુ કંઇ નહીં બગાડી શકે તેવા પ્રકારની ધમકીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

ઘટનાને લઈને સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી

તો બીજી તરફ સુરતમાં આપ મહિલા કોર્પોરેટરનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે.  ફોટો વાયરલ થતાં આપ મહિલા કોર્પોરેટર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ફોટોને લઈને મહિલા નેતાનું કહેવું છે કે, એડવટાઇઝના શૂટિંગ વખતના ફોટો વાયરલ કરાયા છે. અભદ્ર ફોટો પણ મૂકી લખાણ લખાયું છે. હાલ તો સમગ્ર ઘટનાને લઈને સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે.

Published on: Nov 07, 2022 11:48 AM