અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણની સમસ્યાનો ભોગ, AMC સામે ઠાલવ્યો રોષ- Video

|

Oct 07, 2024 | 7:59 PM

અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. સામાન્ય નાગરિકો રોજ આ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્યને કડવો અનુભવ થયો અને તેમણે AMC સામે બળાપો કાઢ્યો

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેની પાછળ વધતા વાહનો જવાબદાર છે એટલા જ જવાબદાર છે વધતા જતા દબાણ અને આ દબાણથી જનતા જ પરેશાન છે એવું નથી ભાજપના નેતા અને અમદાવાદ શહેર પ્રમુખે પણ બળાપો કાઢ્યો છે.

અમદાવાદમાં વધી રહેલા દબાણોને લઈને ભાજપના ધારાસભ્યને જ કડવો અનુભવ થયો છે. નગરદેવી ભદ્રકાળીના મંદિરે દર્શન કરવા જતા ધારાસભ્ય અમિત શાહને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. મંદિરે દર્શન કરવા જઇ રહેલા ધારાસભ્યએ નજરે જોયું અને સ્થાનિક લોકોએ દબાણો બાબતે ધારાસભ્યને ફરિયાદ પણ કરી. તેમણે પોલીસ અને AMCની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા. વધતા જતા પાથરણાવાળા સામે ન તો પોલીસ કોઇ કાર્યવાહી કરી છે કે ન તો AMC. તેમણે કહ્યું કે જો AMC ધારે તો આ સમસ્યાનું ચોક્કસથી સમાધાન આવી શકે છે.

જો કે ધારાસભ્યની નારાજગી બાદ પોલીસ અને AMCની ટીમે જાણે કે દેખાડો કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મહદઅંશે પાથરણા દૂર કરાયા બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર જ છે. TV9ના કેમેરા જોતા જ પોલીસે પાથરણા ખસેડવાના શરૂ કર્યા તેવા દ્રશ્યો જોવા મળ્યા. પોલીસ અને પાથરણાવાળાની મીલી ભગત કેમેરામાં કેદ થઇ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video